Saturday 5 August 2017

રાજ્ય સભા

Yuvirajsinh Jadeja:
🔰♻️🔰♻️🔰♻️🔰🔰♻️🔰
💠👁‍🗨💠રાજ્ય સભા 👁‍🗨♦️👁‍🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને અન્ય પરીક્ષા માટે મહત્ત્વનો મુદ્દો

👁‍🗨રાજ્ય સભા:-
રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી
👁‍🗨રાજ્યસભા, “કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ” અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે.
👁‍🗨તેના સભ્યો રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.
👁‍🗨ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે.
👁‍🗨જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે.
👉આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે – કલા,
સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે.
👁‍🗨બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👇👇👇👇👇👇👇👇
1. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે.
2. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
3. રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલી જ છે.
4. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.
5. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે.
6. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે,
7. છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
8. ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.
9. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે.
10. રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની ચૂંટણી એકલ સંક્રમણીય મત દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
11. કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
12. રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર,
13. રાજ્યની જનસંખ્યા પર રહેલો છે (ઉ.દા. ઉત્તરપ્રદેશમાંથી 31 અને નાગાલેન્ડમાંથી એક).
14. રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ વય 30 વર્ષની હોવી જોઈએ.
સંસદ, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે; તેમ છતાં, બંધારણે લોકસભાને કેટલીક ખાસ સત્તા આપેલી છે. વાર્ષિક આવક એકઠી કરવાના અથવા ”નાણા” અંગેના વિધેયકો લોકસભામાંથી જ પારિત્ કરવા મા આવે છે.રાજ્યસભા લોકસભામાંથી આવેલાં આ વિધેયકો ઉપર 14 દિવસના સમયગાળામાં માત્ર ભલામણો સૂચવી શકે છે. ત્યારબાદ વિધેયક બંને ગૃહોમાં સ્વીકારેલું ગણવામાં આવે છે.
15. ભારતની કાયદો ઘડવાની પદ્ધતિઓ યુનાઈડેટ કિંગડ્મની સંસદના મૉડલના અનુસરણમાં બની છે અને તેથી તેમની સાથે ઘણી સમાનતા ધરાવે છે.
16. સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે.
લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે.
17. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને સેવા આપે છે.
18. કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
19. રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર, રાજ્યની જનસંખ્યા પર રહેલો છે
20. ભારત ના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભાજપે રચ્યો ઈતિહાસ: પ્રથમવાર રાજ્યસભામાં કોંગ્રેસને પાછળ છોડી બની નંબર-1 પાર્ટી

સંસદના ઉપલા ગૃહમાં હવે ભાજપના 58 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 57 સાંસદ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે. જો કે સૌથી મોટી પાર્ટી બનવા છતાં ભાજપ હજી બહુમતીથી ઘણું દુર છે.

મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ રાજ્યસભામાં નવા ચૂંટાઈ આવેલા ભાજપના સભ્ય સંપતિયા ઉઈકેએ ગુરુવારે શપથ લીધા હતા. કેન્દ્રીયપ્રધાન અનિલ માધવ દવેના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ઉઈકેની પસંદગી નિર્વિરોધ કરવામાં આવી હતી.

👁‍🗨🎯ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ ભારતીય સંસદનાં ઉપલા ગૃહ, રાજ્ય સભાના અધ્યક્ષ હોય છે અને તેના સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે. તદુપરાંત
રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં તેઓ વધુમાં વધુ છ માસ સુધી રાષ્ટ્રપતિ તરીકેની સત્તા અને ફરજો પણ સંભાળી શકે છે.
🎯👁‍🗨🔰ઉપરાષ્ટ્રપતિ પદની મુદ્દત પણ પાંચ વર્ષની હોય છે.
ચૂંટણી દરમિયાન નિવૃત થનારા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારી છે. તેઓ ૨૦૦૭માં પ્રથમ વખત અને ૨૦૧૨માં બીજી વખત ચૂંટાઈ આવેલા. તેમની મુદ્દત ૧૦ ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે.

ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભા અને લોક સભાનાં સભ્યો દ્વારા બનેલાં સંયુક્ત ચૂંટણી મંડળ દ્વારા ચૂંટાઈ આવે છે. આ ચૂંટણીમાં બંન્ને ગૃહોનાં નિયુક્ત સભ્યોને પણ મતાધિકાર હોય છે. [૫] ચૂંટણીમાં મતપત્રક દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને મતપત્રક પર પોતાનો મત દર્શાવવા માટે સભ્યોએ "ખાસ પેન" નો ઉપયોગ કરવાનો હોય છે.

૨૦૧૭ની ચૂંટણી માટે ચૂંટણી મંડળની વિગતો:
રાજ્ય સભા સભ્યો: ૨૩૩ ચૂંટાયેલા અને ૧૨ નિયુક્ત.

લોક સભા સભ્યો: ૫૪૩ ચૂંતાયેલા અને ૨ નિયુક્ત.


No comments:

Post a Comment