Saturday 5 August 2017

રાજ્ય સભા

Yuvirajsinh Jadeja:
🔰♻️🔰♻️🔰♻️🔰🔰♻️🔰
💠👁‍🗨💠રાજ્ય સભા 👁‍🗨♦️👁‍🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે અને અન્ય પરીક્ષા માટે મહત્ત્વનો મુદ્દો

👁‍🗨રાજ્ય સભા:-
રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી
👁‍🗨રાજ્યસભા, “કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ” અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે.
👁‍🗨તેના સભ્યો રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે.
👁‍🗨ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે.
👁‍🗨જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે.
👉આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે – કલા,
સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે.
👁‍🗨બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👇👇👇👇👇👇👇👇
1. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે.
2. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
3. રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલી જ છે.
4. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.
5. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે.
6. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે,
7. છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
8. ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.
9. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે.
10. રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની ચૂંટણી એકલ સંક્રમણીય મત દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર થાય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
11. કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
12. રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર,
13. રાજ્યની જનસંખ્યા પર રહેલો છે (ઉ.દા. ઉત્તરપ્રદેશમાંથી 31 અને નાગાલેન્ડમાંથી એક).
14. રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ વય 30 વર્ષની હોવી જોઈએ.
સંસદ, પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ અને બંને ગૃહોની બનેલી છે. કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભા સમાન રીતે ભાગીદાર છે; તેમ છતાં, બંધારણે લોકસભાને કેટલીક ખાસ સત્તા આપેલી છે. વાર્ષિક આવક એકઠી કરવાના અથવા ”નાણા” અંગેના વિધેયકો લોકસભામાંથી જ પારિત્ કરવા મા આવે છે.રાજ્યસભા લોકસભામાંથી આવેલાં આ વિધેયકો ઉપર 14 દિવસના સમયગાળામાં માત્ર ભલામણો સૂચવી શકે છે. ત્યારબાદ વિધેયક બંને ગૃહોમાં સ્વીકારેલું ગણવામાં આવે છે.
15. ભારતની કાયદો ઘડવાની પદ્ધતિઓ યુનાઈડેટ કિંગડ્મની સંસદના મૉડલના અનુસરણમાં બની છે અને તેથી તેમની સાથે ઘણી સમાનતા ધરાવે છે.
16. સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે.
લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે.
17. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને સેવા આપે છે.
18. કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
19. રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર, રાજ્યની જનસંખ્યા પર રહેલો છે
20. ભારત ના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભાજપે રચ્યો ઈતિહાસ: પ્રથમવાર રાજ્યસભામાં કોંગ્રેસને પાછળ છોડી બની નંબર-1 પાર્ટી

સંસદના ઉપલા ગૃહમાં હવે ભાજપના 58 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 57 સાંસદ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે. જો કે સૌથી મોટી પાર્ટી બનવા છતાં ભાજપ હજી બહુમતીથી ઘણું દુર છે.

મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણી બાદ રાજ્યસભામાં નવા ચૂંટાઈ આવેલા ભાજપના સભ્ય સંપતિયા ઉઈકેએ ગુરુવારે શપથ લીધા હતા. કેન્દ્રીયપ્રધાન અનિલ માધવ દવેના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ઉઈકેની પસંદગી નિર્વિરોધ કરવામાં આવી હતી.

👁‍🗨🎯ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ ભારતીય સંસદનાં ઉપલા ગૃહ, રાજ્ય સભાના અધ્યક્ષ હોય છે અને તેના સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે. તદુપરાંત
રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં તેઓ વધુમાં વધુ છ માસ સુધી રાષ્ટ્રપતિ તરીકેની સત્તા અને ફરજો પણ સંભાળી શકે છે.
🎯👁‍🗨🔰ઉપરાષ્ટ્રપતિ પદની મુદ્દત પણ પાંચ વર્ષની હોય છે.
ચૂંટણી દરમિયાન નિવૃત થનારા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અંસારી છે. તેઓ ૨૦૦૭માં પ્રથમ વખત અને ૨૦૧૨માં બીજી વખત ચૂંટાઈ આવેલા. તેમની મુદ્દત ૧૦ ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે.

ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભા અને લોક સભાનાં સભ્યો દ્વારા બનેલાં સંયુક્ત ચૂંટણી મંડળ દ્વારા ચૂંટાઈ આવે છે. આ ચૂંટણીમાં બંન્ને ગૃહોનાં નિયુક્ત સભ્યોને પણ મતાધિકાર હોય છે. [૫] ચૂંટણીમાં મતપત્રક દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને મતપત્રક પર પોતાનો મત દર્શાવવા માટે સભ્યોએ "ખાસ પેન" નો ઉપયોગ કરવાનો હોય છે.

૨૦૧૭ની ચૂંટણી માટે ચૂંટણી મંડળની વિગતો:
રાજ્ય સભા સભ્યો: ૨૩૩ ચૂંટાયેલા અને ૧૨ નિયુક્ત.

લોક સભા સભ્યો: ૫૪૩ ચૂંતાયેલા અને ૨ નિયુક્ત.


15મા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી

Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
👁‍🗨15મા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી👁‍🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🎯જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે આ મહત્વનો ટોપિક કહી શકાય...નજીકનાં સમયમાં જ ભારતીય લોકતંત્રના આ અતિ મહત્વનું પદ માટે ચૂંટણી પ્રક્રિયા થઈ.

♻️🔰કોણ બની શકે છે ઉપરાષ્ટ્રપતિ ?❓

⭕️ઉપરાષ્ટ્રપતિ બનવા માટે તે વ્યક્તિ પ્રથમ તો ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
⭕️તેની ઉમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
⭕️તે રાજ્ય સભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયક હોવો જોઈએ.

⭕️જો કોઈ ભારત સરકાર કે અન્ય રાજ્યની સરકાર હેઠળ કોઈ લાભ કે પદ ધરાવતો હોય તો તે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય ઉમેદવાર બનતો નથી.

⭕️જો સાંસદના કોઈ ગૃહ કે અન્ય રાજ્યના વિધાનસભાના કોઈ સભ્ય ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે તો તે માની લેવામાં આવે છે કે તેણે ઉપરાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરતા પહેલા જ તેમનું પાછળનું પદ ખાલી કરી દીધું છે.

🎯🔰કોણ મતદાન કરી શકે?

👁‍🗨રાજ્યસભામાં 233 ચૂંટાયેલા સભ્યો છે અને 12 નોમિનેટેડ સભ્યો છે જ્યારે લોકસભામાં 543 ચૂંટાયેલા અને 2 નોમિનેટેડ સભ્યો છે. આમ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તેમજ નોમિનેટેડ 790 સાંસદો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકશે.✒️🖊🖊 મતદાન માટે મુખ્ય ચૂંટણીઅધિકારીને ખાસ પેન આપવામાં આવશે. 🖌🖍આ પેનનો ઉપયોગ કરીને જ તમામ સાંસદો મતદાન કરી શકશે. બંધારણમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી ગુપ્ત મતપત્રક દ્વારા જ થવી જોઈએ
👁‍🗨👉બેલેટ પેપેરમાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારના નામ હોય છે. પરંતુ તેમાં કોઈપણ પ્રકારનું ચૂંટણી ચિન્હ હોતું નથી.

🎯10 ઓગસ્ટે હાલના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ પૂરો થાય છે તે પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટવાની કામગીરી પૂર્ણ થાય

👁‍🗨🎯ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 393 મતની જરૂર હોય છે.
👉ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન પણ હોય છે.
👉કોઈપણ રાજકીય પક્ષ તેમના સાંસદોને કોઈ નિશ્ચિત ઉમેદવારને જ મત આપવા માટે વ્હીપ આપી શકશે નહીં.

👉યુપીએએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ તેમજ મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધી અને એનડીએએ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જંગમાં મેદાને ઉતાર્યા
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♦️👁‍🗨👉ભાજપના સૌથી વધારે 58 સાંસદ છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના 57 સાંસદ છે. ભાજપના વડપણ હેઠળના એનડીએ પાસે લોકસભામાં 340 અને રાજ્યસભામાં 85 મળી કુલ 425 સાંસદ છે. ગત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં હામીદ અન્સારીને વિપક્ષના ઉમેદવાર જસવંતસિંહને મુકાબલે 490 મત મળ્યા હતા. 👉જસવંતસિંહને 238 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એસ.રાધાકૃષ્ણન (1952 અને 1957), મોહમ્મદ હિદાયતુલ્લાહ (1979) અને શંકર દયાલ શર્મા (1987) ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

🎯🎯🎯રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું તફાવત હોય છે?❓❔❓

👉બંને ચૂંટણી પ્રક્રિયામાં પ્રથમ સૌથી મોટો તફાવત એ છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદોની સાથે જ ધારાસભ્યો પણ મતદાન કરે છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો જ મતદાન કરી શકે છે. બીજો ફર્ક એ છે કે, સંસદના બંને ગૃહોમાં નામાંકિત હોય તેવા સાંસદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને સંસદના નામાંકિત સભ્યો પણ મતદાન કરી શકે છે.
👉ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા જઈ રહેલા ઉમેદવારનું નામ 20 મતદારો દ્વારા સૂચિત અને 20 મતદારો દ્વારા સમર્થિત હોવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને રૂ.15000ની ડીપોઝીટ ભરવાની આવશ્યક હોય છે. જે બાદ મતદાર અધિકારી ઉમેદવારી પત્રકોની ચકાસણી કરે છે અને યોગ્ય ઉમેદવારના નામનો બેલેટમાં સમાવેશ કરવામાં આવે છે. ઉમેદવાર ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરીને પોતાનું નામ ઉમેદવારીમાંથી પરત પણ ખેંચી શકે છે.
👉ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિ પદ્ધતિ દ્વારા થાય છે. સિંગલ ટ્રાન્સફરેબલ મતદાન પદ્ધતિ દ્વારા મતદાર માત્ર એક જ મત આપી શકે છે. પરંતુ તે પોતાની પસંદગી પ્રમાણે પ્રાથમિકતા નક્કી કરી શકે છે. મતદાર બેલેટ પેપરમાં તેની પહેલી પસંદને 1, બીજી પસંદને 2 અને આ રીતે જ બાકીના ઉમેદવારોને પ્રાથમિકતા આપી શકે છે.
👁‍🗨👉રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધારે મત મેળવનાર પરથી જ જીત નક્કી થતી નથી. 👁‍🗨👉ઉપરાષ્ટ્રપતિ તે જ બને છે જે મતદારોના મતોના કુલ ભારાંકનમાં અડધાથી વધારે હિસ્સો હાંસિલ કરે. સૌથી પહેલા જોવામાં આવે છે કે, દરેક ઉમેદવારોને પહેલી પ્રાથમિકતા સાથે કેટલા મત મળ્યા છે અને તે મતોની એકસાથે ગણતરી કરવામાં આવે છે. કુલ સંખ્યાનો બીજો ભાગ પાડવામાં આવે છે અને ભાગફળમાં 1 ઉમેરવામાં આવે ચ્ચે. જે સંખ્યા મળે તેને ક્વોટા માનવામાં આવે છે. કોઈપણ ઉમેદવારને ગણતરીમાં ટકી રહેવા માટે આ ક્વોટા જરૂરી હોય છે.
👁‍🗨👉પ્રથમ ગણતરીમાં જ કોઈ ઉમેદવાર

જીત માટે જરૂરી કે તેનાથી વધારે મત મેળવી લે તો તેને જીતેલા જાહેર કરવામાં આવે છે. આ પ્રકારે ન થાય તો પ્રક્રિયાને આગળ વધારવામાં આવે છે. સૌથી પહેલા તે ઉમેદવારને ભાર કાઢવામાં આવે છે, જેને પ્રથમ પ્રાથમિકતાના મતની ગણતરીમાં સૌથી ઓછા મત મળ્યા હોય. પરંતુ તેને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવેલા મતોમાં બીજી પ્રાથમિકતા કોને આપવામાં આવી છે. બીજી પ્રાથમિકતાના મત અન્ય ઉમેદવારનો ખાતામાં તબદીલ કરવામાં આવે છે. આ મત મળતાની સાથે જ જો કોઈ ઉમેદવારના ક્વોટાની સંખ્યા જરૂરી ક્વોટા જેટલી કે તેનાથી વધારે થઇ જાય તો તેને જીતેલા ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવે છે. બીજા રાઉન્ડના અંતમાં પણ કોઈ ઉમેદવાર ન ચૂંટાઈ આવે તો પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવે છે. 👉સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને બહાર કરવામાં આવે છે. તેને પહેલી પ્રાથમિકતા આપનાર બેલેટ પેપર્સ અને બીજી પ્રાથમિકતા આપનાર બેલેટ પેપર્સમાં મળેલા મતની ચકાસણી કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે આગળની પ્રાથમિકતા કોને આપવામાં આવી છે. તે પ્રાથમિકતાને સંબધિત ઉમેદવારને મત ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાં સુધી કોઈ એક ઉમેદવારને મળેલા ક્વોટાની સંખ્યા જીત માટે જરુર્રી ક્વોટા જેટલી કે તેનાથી વધારે ન થઇ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે અને સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને બહાર કાઢવામાં આવે છે. ચૂંટણી થઇ ગયા બાદ મતની ગણતરી કરવામાં આવે છે અને ચૂંટણી અધિકારી પરિણામોની જાહેરાત કરે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
👁‍🗨15મા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી👁‍🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🎯જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માટે આ મહત્વનો ટોપિક કહી શકાય...નજીકનાં સમયમાં જ ભારતીય લોકતંત્રના આ અતિ મહત્વનું પદ માટે ચૂંટણી પ્રક્રિયા થઈ.

👁‍🗨આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. ચૂંટણી અપ્રત્યક્ષ મતદાન દ્વારા થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી નથી હોતી. તેની પ્રક્રિયા ખુબ જ અટપટી માનવામાં આવે છે.

🎯👉👁‍🗨જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.

જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે. વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. જો કેલુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે.

👉તે જ હવે ફ્રાન્સનો રાજા છે. આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.

👁‍🗨👉ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે
રાષ્ટ્રપતિનું મતદાન

ભારતે રાષ્ટ્રપતિ ચૂંટણી કોલેજ દ્વારા પસંદ કરાય છે. સંવિધાનનાં આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે. તેમાં સંસદનાં બંન્ને સદનો તથા રાજ્યોની વઇધાનસભાઓની ચૂંટણી સભ્યોનો સમાવેશ થાય છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો, દિલ્હી અને પોંડીચેરીનાં ધારાસભ્ય પણ ચૂંટણીમાં
ભાગ લે છે જેની પોતાની વિધાનસભાઓ હોય છે.

👁‍🗨👁‍🗨ચૂંટણી જે પ્રકારે થાય છે તેનું નામ છે, આનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલીનાં આધાર પર એકાંકી હસ્તાંતરણીય મત દ્વારા તમામ સાંસદો અને ધારાસભ્યોની પાસે નિશ્ચિત સંખ્યામાં મત હોય છે. જો કે દરેક ચધારાસભ્ય અને સાંસદનાં મત્તનાં મૂલ્યની લાંબી ગણત્રી થાય છે.

👁‍🗨ધારાસભ્યોનાં મતની તાકાત

રાજ્યોનાં ધારાસભ્યોનાં મતની ગણત્રી માટે તે રાજ્યોની વસ્તી જોવામાં આવતી હોય છે. સાથે જ તે રાજ્યનાં વિધાનસભા સભ્યોની સંખ્યાને પણ જોવામાં આવે છે. મત્તનું પ્રમાણમાપ કાઢવા માટે રાજ્યની કુલ વસ્તીમાંથી પસંદગી પામેલાધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે, તેને ફરીથી 1000થી ભાગવામાં આવે છે. ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે તે રાજ્યનાં દરેક ધારાસભ્યનાં મતનું વેઇટેજ બને છે.

👁‍🗨સાંસદનાં મત્તની તાકાત
સાંસદોનાં મતોનાં મૂલ્ય કરવાની પદ્ધતી થોડી અલગ હોય છે. સૌથી પહેલા આખા દેશનાં તમામ ધારાસભ્યોનાં મુલ્યોનો સરવાળો કરવામાં આવે છે. જો લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા સાથે ભાગવામાં આવે છે. પછી જે આંકડો મળે છે તેનાથી રાજ્યનાં એક સાંસદનાં મત્તનું મુલ્ય મળી આવે છે. જો આ પ્રકારે ભાગવાથી બાકી રહેતા 0.5થી વધારે બચે છે તો વેઇટેજમાં એકનો વધારો થઇ જાય છે.

👁‍🗨મત્તની ગણત્રી

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી, સાઝે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે. દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2) 1ની જરૂર હશે. જે 5001 મત્ત બરાબર છે.

👁‍🗨શું હોય છે અંક ગણીત ?

👁‍🗨રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાનાં કુલ 776 સાંસદો ઉપરાંત વિધાનસભાનાં 4120 ધારાસભ્યો પણ મતદાન કરે. એટલે કે કુલ 4896 લોકો મળીને નવા રાષ્ટ્રપતિને ચૂંટશે. રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા અનુસાર આ તમામ મતની કુલ કિંમત 10.98 લાખ(પોઇન્ટ) છે.

👁‍🗨અસ્થિર મત્ત અને નાના દળ
કુલ 6 દળ જેમ કે આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, ભારતીય રાષ્ટ્રીય લોક દળ, વાઇએસઆર કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને અન્નાદ્રમુકે આ 6 દળ પાસે 13 ટકા જેટલુ મત છે. આંકડામાં તે 1,70,000 મત્ત છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰
- ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયાના 60 દિવસોમાં ચૂંટણી કરાવવી જરૂરી હોય છે. આ માટે ચૂંટણીપંચ એક ઇલેક્શન ઓફિસરને નિયુક્ત કરે છે, જે મોટાભાગે કોઇ એક ગૃહનો સેક્રેટરી જનરલ હોય છે. ઇલેક્શન ઓફિસર ચૂંટણીને લઇને પબ્લિક નોટ જાહેર કરે છે અને ઉમેદવારો પાસે નોમિનેશન મંગાવે છે.
- ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન પદ્ધતિથી થાય છે. તેમાં વિશિષ્ટ રીતે મતદાન કરવામાં આવે છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે. આમાં મતદાતાઓને મત તો એક જ આપવાનો છે પરંતુ, તેને પોતાની પસંદગી પ્રમાણે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.
- ચૂંટણી બેલેટ પેપર દ્વારા થાય છે, જેમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના નામ લખેલા હોય છે. બેલેટ પેપરમાં કોઇ ચૂંટણી ચિહ્ન નથી હોતું. તેમાં 2 કોલમ હોય છે, કોલમ 1માં ઉમેદવારોના નામ હોય છે અને કોલમ 2માં મતદાતાએ પસંદગીની પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. મતદાતાઓ બેલેટ પેપર પર લખેલા ઉમેદવારોના નામની સામે પોતાની પહેલી પસંદને 1, બીજી પસંદને 2 એ રીતે માર્ક કરી

ને પ્રાથમિકતા આપે છે.

🎯👉મતગણતરીની અટપટી રીત
- ચૂંટણી જીતવા માટે ઉમેદવારે મતોનો જરૂરી ક્વોટા હાંસલ કરવો અનિવાર્ય છે. જરૂરી ક્વોટા છે કુલ માન્ય મતો (વેલિડ વોટ્સ)ના 50% + 1.
- આ ચૂંટણીમાં કુલ માન્ય મતો છે 790, એટલે અનિવાર્ય ક્વોટા આ પ્રમાણે ગણવામાં આવશે: 790/2=395+1=396 મતો
કેવી રીતે થાય છે ગણતરી
- સૌથી પહેલા એ જોવામાં આવે છે કે તમામ ઉમેદવારોને પહેલી પ્રાથમિકતા વાળા કેટલા મતો મળ્યા છે. પછી તમામને મળેલા પહેલી પ્રાથમિકતા વાળા મતોનો સરવાળો થાય છે. કુલ સંખ્યાને 2થી ભાગીને તેમાં 1 ઉમેરવામાં આવે છે. તે પછી જે સંખ્યા મળે તેને ક્વોટા માનવામાં આવે છે જે કોઇપણ ઉમેદવારને કાઉન્ટિંગમાં ટકી રહેવા માટે જરૂરી છે.
- જો પહેલી જ ગણતરીમાં કોઇ ઉમેદવાર જીત માટે જરૂરી ક્વોટા કે તેથી વધુ વોટ્સ મેળવી લે તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો એમ ન થાય તો પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. સૌથી પહેલા તે ઉમેદવાર રેસની બહાર થાય છે જેને પહેલી ગણતરીમાં સૌથી ઓછા વોટ્સ મળ્યા હોય.
- પરંતુ, તે ઉમેદવારને મળેલા પહેલી પ્રાથમિકતાવાળા વોટ્સમાં એ જોવામાં આવે છે કે બીજી પ્રાથમિકતા કોને આપવામાં આવી છે. પછી બીજી પ્રાથમિકતા વાળા આ વોટ્સ અન્ય ઉમેદવારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વોટ્સના મળવાથી જો કોઇ ઉમેદવારના મત ક્વોટાની સંખ્યા જેટલા અથવા તેનાથી વધુ થઇ જાય તો તે ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે.
- જો બીજા રાઉન્ડ પછી પણ કોઇ ઉમેદવાર ન જીતે તો આ પ્રક્રિયા ચાલુ રહે છે. સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને બહાર કરવામાં આવે છે. તેને પહેલી પ્રાથમિકતા આપવા બેલેટ પેપર્સ અને તેને બીજી કાઉન્ટિંગ દરમિયાન મળેલા બેલેટ પેપર્સની ફરી તપાસ થાય છે અને જોવામાં આવે છે કે તેમાં આગલી પ્રાથમિકતા કોને આપવામાં આવી છે. પછી તે પ્રાથમિકતા સાથે સંબંધિત ઉમેદવારને વોટ્સ ટ્રાન્સફર કરવામાં આવે છે.
- આ પ્રક્રિયા ચાલુ રહે છે અને સૌથી ઓછા વોટ મેળવનાર ઉમેદવાર ત્યાં સુધી બહાર થતો રહે છે જ્યાં સુધી કોઇ એક ઉમેદવારને મળતા વોટ્સની સંખ્યા ક્વોટા જેટલી ન થઇ જાય.
- ચૂંટણી થઇ ગયા પછી મત ગણતરી થાય છે અને ઇલેક્શન ઓફિસર પરિણામની જાહેરાત કરે છે. તે પછી પરિણામને ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારના વિધિ અને ન્યાય મંત્રાલય પાસે મોકલવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર પોતાના અધિકૃત ગેજેટ પર ચૂંટાયેલ વ્યક્તિનું નામ પ્રકાશિત કરે છે.
- પદગ્રહણ કરતા પહેલા ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની સામે કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા વ્યક્તિ સામે શપથ લેવાના હોય છે. ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામુ આપવા માંગે તો તેણે રાષ્ટ્રપતિને પોતાનું ત્યાગપત્ર આપવાનું હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા તેનો સ્વીકાર થયા પછી જ રાજીનામુ મંજૂર થાય છે.

🎯👉આર. વેંકટરમણ
- રામાસ્વામી વેંકટરમણે 31 ઓગસ્ટ, 1984ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો.
- ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમને બાપુ ચંદ્રસેન કાંબલે સામે બહુ સરળ જીત હાંસલ થઇ હતી અને તેમણે એમ. હિદાયતુલ્લા પછી ઉપરાષ્ટ્રપતિ પદ મેળવ્યું હતું.
- 1987માં આર. વેંકટરમણ જ્ઞાની ઝેલસિંહ પછીના દેશના રાષ્ટ્રપતિ બન્યા.

🎯👉ડૉ. શંકર દયાળ શર્મા
- આર. વેંકટરમણ રાષ્ટ્રપતિ બન્યા તે પછી શંકર દયાળ શર્માએ ઉપરાષ્ટ્રપતિ તરીકે નોમિનેશન ફાઇલ કર્યું.
- આ પોસ્ટ માટે 27 ઉમેદવારોએ નોમિનેશન ફાઇલ કર્યું હતું. રિટર્નિંગ ઓફિસરને માત્ર શંકર દયાળ શર્માનું જ નોમિનેશન વેલિડ લાગ્યું હતું અને તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેમણે 3 સપ્ટેમ્બર, 1987ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.
- તેઓ 1991માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડ્યા હતા અને જી.જી. સ્વેલ અને રામ જેઠમલાણીને હરાવ્યા હતા. આર. વેંકટરમણ પછી શંકર દયાળ શર્મા રાષ્ટ્રપતિ બન્યા હતા અને 25 જૂલાઇ, 1992ના રોજ તેઓએ પદભાર સંભાળ્યો હતો.

👁‍🗨🎯6) કે.આર. નારાયણન
- રાષ્ટ્રપતિ બન્યા પછી શંકર દયાળ શર્માએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામુ આપ્યું હતું, અને તે માટે ચૂંટણી જાહેર થઇ.
- કે.આર. નારાયણન ભારે માર્જિન સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા હતા અને 701 વેલિડ વોટ્સમાંથી 700 વોટ્સ મેળવ્યા હતા.
- 19 ઓગસ્ટ, 1992ના રોજ તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ઘોષિત થયા હતા.
- 1997માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કે.આર. નારાયણને ટી.એન. સેશાનને ભારે માર્જિનથી હરાવ્યા હતા અને શંકર દયાળ શર્મા પછીના ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏